KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ગુજરાતમાં POCSO કેસોમાં ઐતિહાસિક ન્યાય: પાંચ વર્ષમાં 1785 ચુકાદા, 908ને આજીવન કેદ અને 16ને ફાંસીની સજા

તાજેતરમાં ગાંધીનગરના કલોલ ખાતે પોક્સો કોર્ટે 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ચાર્જશીટ રજૂ કર્યાના માત્ર 72 કલાકમાં કુદરતી આયુષ્યના અંત સુધીની આજીવન કેદ ફટકારીને એક દાખલારૂપ ચુકાદો આપ્યો છે.

KuberaNow
desk@kuberanowPublished On : 10 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
POCSO Case
POCSO CaseAI Generated Image

ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને જાતીય ગુનાઓ સામે કડક - ઝડપી ન્યાયિક કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અમલમાં છે. આ નીતિના પરિણામે રાજ્યમાં POCSO (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ) હેઠળના કેસોમાં ન્યાય પ્રક્રિયા અભૂતપૂર્વ ઝડપે આગળ વધી રહી છે. આ પ્રકારના કેસોમાં સાયન્ટિફિક એવિડન્સ કલેક્શન સહિત ગુનાની ટોપ ટુ બોટમ લેવલે સંવેદનાપૂર્વક ઇન્વેસ્ટિગેશનની પોલીસની પધ્ધતિ ગુનેગારોને મજબૂત સજા અપાવવા મહત્વપૂર્ણ સાબિત થઈ છે. તાજેતરમાં ગાંધીનગરના કલોલ ખાતે પોક્સો કોર્ટે 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ચાર્જશીટ રજૂ કર્યાના માત્ર 72 કલાકમાં કુદરતી આયુષ્યના અંત સુધીની આજીવન કેદ ફટકારીને એક દાખલારૂપ ચુકાદો આપ્યો છે.


રાજ્યમાં વર્ષ 2022થી ઓગસ્ટ 2026 દરમિયાન પોક્સો અદાલતો દ્વારા કુલ 1785 ચુકાદા આપવામાં આવ્યા છે. જેમાં 908 ગુનેગારોને આજીવન કેદ અને 16 નરાધમોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. અદાલતી ચુકાદાઓની સંખ્યામાં વર્ષ દર વર્ષે નોંધપાત્ર વધારો થયો છે જેમાં વર્ષ 2022માં 194 ચુકાદામાં107 આરોપીઓને આજીવન કેદ, વર્ષ 2025માં 499 ચુકાદામાં 340 આરોપીઓને આજીવન કેદ, વર્ષ 2026 ઓગસ્ટ સુધીમાં એટલે કે ચાલુ વર્ષે આઠ મહિનામાં 346 ચુકાદામાં 241 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. નોંધનીય છે કે, માત્ર ઓગસ્ટ મહિનાના એક જ મહિનામાં 48 પોક્સો કેસમાં સજાના ચુકાદા આવ્યા છે તે પૈકી 35ને આજીવન કેદની સજા ફટકારાઈ છે.


નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, “ગુજરાતમાં દીકરીઓ તરફ કુદ્રષ્ટિ કરનારા કોઈપણ નરાધમ માટે કોઈ દયા કે છૂટછાટ હોઈ જ ન શકે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે POCSO કેસો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ્સ અને સુદ્રઢ કાયદાકીય માળખું ઊભું કર્યું છે, જેના પરિણામે આજે પીડિતા અને તેના પરિવારને મહિનાઓ કે વર્ષો નહીં પરંતુ ગણતરીના દિવસોમાં ઝડપી ન્યાય મળી રહ્યો છે. માત્ર 72 કલાકમાં ચાર્જશીટથી ચુકાદા સુધી પહોંચવું એ ગુજરાત પોલીસની ઉત્કૃષ્ટ અને વૈજ્ઞાનિક તપાસ તેમજ ન્યાયતંત્રના કડક અને પ્રશંસનીય અભિગમનું પરિણામ છે. હું ગુજરાત પોલીસ અને ન્યાયતંત્રને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. અમારો સ્પષ્ટ સંકલ્પ છે કે આવા ગુનેગારોને સમાજમાં દાખલો બેસે તેવી કડકમાં કડક સજા અપાવીને જ જંપીશું.”


રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે જણાવ્યું છે કે, આ પ્રકારના કેસોમાં અત્યંત સંવેદનશીલતાની સાથે સાથે જરૂરી ઝડપ અને કડકાઈ દાખવીને પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે. પીડિતા કે પીડિતાના પરિવારને ઝડપી ન્યાય મળે તે માટે પોલીસ દ્વારા ખાસ કરીને ઇન્વેસ્ટિગેશન દરમિયાન ‘સઘન તપાસ, કડક કાર્યવાહી અને ઝડપી ન્યાય’ના ત્રિ-સૂત્ર પર ફોકસ કરવામાં આવે છે. પોક્સો કેસોમાં ત્વરિત ચાર્જશીટ સાથે પ્રત્યેક કેસ ઝડપી અદાલત સુધી પહોંચે તેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા મોટાભાગના કેસોમાં ૪૫ દિવસની અંદર ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી રહી છે, જેના કારણે કોર્ટ ટ્રાયલ વિના વિલંબે શરૂ થઈ શકે છે અને આરોપીઓને રેકોર્ડ સમયમાં કડક સજા અપાવી શકાય છે. છેલ્લા પાંચ વર્ષમાં 140 પોક્સો ગુનામાં પોલીસે એક દિવસથી લઈને 15 દિવસમાં ચાર્જશીટ કરી છે. 16 થી 30 દિવસમાં તપાસ પૂર્ણ કરીને 1339 ગુનાઓમાં ચાર્જશીટ કરી દેવાઈ છે. તેવી જ રીતે 31 થી 45 દિવસની ચાર્જશીટ કરી હોય તેવા 5463 ગુનાઓ છે. જે પોલીસ દ્વારા આ પ્રકારના કેસોમાં દાખવવામાં આવતી ગંભીરતા અને તેમાં તપાસની ઝડપ દર્શાવે છે.


આ પણ વાંચો: Apple AirPods 5 લોન્ચ: નવા ડિવાઈસમાં AirPods 4 કરતાં 50%થી વધુ અવાજ ઘટાડવાની ક્ષમતા


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM